રાષ્ટ્રવાદ અને અનુશાસનનો પાઠ ભણાવવા સરકાર દર વર્ષે 10 લાખ યુવાનોને આપશે મિલિટરી ટ્રેઇનિંગ!

સરકાર એક મોટું આયોજન હાથ ધરી રહી છે

રાષ્ટ્રવાદ અને અનુશાસનનો પાઠ ભણાવવા સરકાર દર વર્ષે 10 લાખ યુવાનોને આપશે મિલિટરી ટ્રેઇનિંગ!

નવી દિલ્હી : વિદ્યાર્થી જીવનમાં રાષ્ટ્રવાદનો પાઠ ભણાવીને અનુશાસિત યુવાનોની ફોજ તૈયાર કરવા માટે સરકાર વિચારણા કરી રહી છે. આ આયોજન અંતર્ગત 10 લાખ વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીઓને 12  મહિનાની મિલિટરી ટ્રેઇનિંગ આપવાના પ્રસ્તાવ પર વિચારણા ચાલી રહી છે. આ આયોજન અંતર્ગત 10 ધોરણ અને 12 ધોરણ સુધી અભ્યાસ કરીને કોલેજ જતા વિદ્યાર્થીઓને નિશ્ચિત ભથ્થું આપવાનો પણ પ્રસ્તાવ છે. ધ ઇ્ન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે સરકાર એને નેશનલ યુથ એમ્પાવરમેન્ટ સ્કીમ (N-YES) ના્મ આપી રહી છે. આ સાથે એવો નિયમ પણ ઘડવામાં આવશે કે સેના, અર્ધ સૈનિક દળ તેમજ પોલીસની ભરતી 12 મહિનાના પ્રશિક્ષણ કાર્યક્રમને પુરો કરવો અનિવાર્ય શરત હશે. 

પ્રસ્તાવ પ્રમાણે  આ સ્કીમમાં રાષ્ટ્રવાદ, અનુશાસન તેમજ આત્મગૌરવના પાઠ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે. આ સાથે મિલિટરી ટ્રેઇનિંગ સાથે વોકેશનલ અને આઇટી કૌશલ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ભારતીય મૂલ્ય, યોગ, આર્યુવેદ તેમજ પ્રાચીન ભારતીય દર્શનનો વિદ્યાર્થી સાથે પરિચય કરાવવામાં આવશે. 

એક વર્ષના આ લાંબા પ્રોગ્રામને ગ્રામીણ વિસ્તારના યુવાનોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આ્વ્યો છે. આ સ્કીમ માટે ફંડની વ્યવસ્થા એનસીસી તેમજ એનએસએસના વર્તમાન બજેટમાંથી, કૌશલ વિકાસ મંત્રાલયમાંથી તેમજ મનરેગા ફંડમાંથી કરવામાં આવશે. ધ ઇન્ડિયન એક્સપ્રેસે સુત્રોના હવાલાથી માહિતી આપી છે કે આ પ્રસ્તાવિક સ્કીમ વિશે ચર્ચા કરવા માટે પીએમઓએ એક બેઠક બોલાવી હતી. જોકે કેટલાક અધિકારીઓએ આ યોજના પર સવાલ ઉઠાવીને સૂચન આપ્યું છે કે એના બદલે નેશનલ કેડેટ કોર (એનસીસી)ને મજબૂત બનાવી શકાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news